Corona Virus: ટપોટપ મોતને ભેટી રહ્યા છે લોકો, આ દંપત્તિનો છેલ્લી પળનો ગુડબાય VIDEO હ્રદયદ્રાવક

કોરોના વાયરસ (Coronavirus) નો કહેર દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે.  જીવલેણ કોરોનાવાયરસથી અત્યાર સુધી 425 લોકો મોતને ભેટ્યા છે.

Corona Virus: ટપોટપ મોતને ભેટી રહ્યા છે લોકો, આ દંપત્તિનો છેલ્લી પળનો ગુડબાય VIDEO હ્રદયદ્રાવક

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) નો કહેર દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે.  જીવલેણ કોરોનાવાયરસથી અત્યાર સુધી 425 લોકો મોતને ભેટ્યા છે. તાજા આંકડા મુજબ સમગ્ર દુનિયામાં કોરોના વાયરસથી 20,438 લોકો ઈન્ફેક્ટેડ છે. ચીની સરકારે તેને પહોંચી વળવા માટે સ્થાનિક હોસ્પિટલોમાં બેડની સંખ્યા બમણી કરી નાખી છે. આ ઉપરાંત જાપાને પણ નિર્ણય લીધો છે કે પોતાના સ્થાનિક ઈન્ફેક્ટેડ નાગરિકોને એક પાણીના જહાજમાં જ રાખવામાં આવે જેથી કરીને ઈન્ફેક્શન સ્થાનિક લોકોમાં ન ફેલાય. જો કે આ બધા વચ્ચે ચીનના એક વૃદ્ધ દંપત્તિનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જે બધાને ખુબ ભાવુક કરી રહ્યો છે. 80એ પહોંચેલા આ પતિ પત્ની બંને કોરોના વાઈરસથી પીડાય છે. હોસ્પિટલમાં એકબીજાને ગુડબાય કહી રહેલા આ દંપત્તિનો વીડિયો ઈન્ટરનેટ પર લોકો ખુબ જોઈ રહ્યાં છે અને તે વાઈરલ થઈ ગયો છે. 

વૃદ્ધ દંપત્તિના આ વીડિયોને એક ટ્વિટર યૂઝરે એવી કેપ્શન સાથે શેર કર્યો કે એક કપલનો અર્થ શું હોય છે? 80ના દાયકામાં #coronavirus #CoronarivusOutbreakના બે વૃદ્ધ દર્દીઓએ આઈસીયુમાં ગુડ બાય કર્યું. આ કદાચ છેલ્લી વાર હોઈ શકે કે તેઓ મળ્યાં અને વાત કરી. ત્યારબાદ વૃદ્ધ કપલનો આ વીડિયો વાઈરલ થઈ ગયો અને સોશિયલ મીડિયા પર તેના પર ખાસ્સી પ્રતિક્રિયા જોવા મળી. 

— 姜伟 Jiang Wei (@juliojiangwei) February 2, 2020

એક ટ્વીટર યૂઝરે લખ્યું કે આ વૃદ્ધ લોકોને કષ્ટમાં જોવું ખરેખર ખોફનાક છે. એવું લાગે છે કે સ્થિતિ નિયંત્રણ બહાર છે. વીડિયો શેર કરવા બદલ આભાર. એક અન્ય ટ્વીટર યૂઝરે લખ્યું કે હું આશા રાખું છું કે તેઓ ઠીક થઈ જાય. ચીન માટે મારું મન ખુબ દુ:ખી થઈ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news